વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો હોવાનું માલુમ પડ્યું છે. વાયરલ તસવીર હાલના સમયની નથી, પરંતુ વર્ષ 2017ની છે. વર્ષ 2017માં કંગના રનૌત તેની ફિલ્મ રંગૂનના પ્રમોશન માટે BSF કેમ્પ પહોંચી હતી. આ તસવીર એ જ દરમિયાન લેવામાં આવી હતી, જે હવે ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.
(gu)