આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સુન્નાપલ્લી ખાતે દરિયાના મોજામાંથી સોનાનો રથ દેખાયો તેવો દાવો ભ્રામક છે. આ રથ અથવા મંદિરનું માળખું સોનાનું નથી, પરંતુ સોનાના રંગ જેવું લાગે છે, જે લાકડા અને સ્ટીલથી બનેલું છે. અચાનક આવેલા વાવાઝોડાને કારણે આ માળખું મ્યાનમાર અથવા થાઈલેન્ડથી નીકળીને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવી ગયું.
(gu)